• Invention Theme for Business Agency and Creative Portfolios

    Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s

હેબુવા ગામની વેબસાઈટ પર તમારું સ્વાગત છે.

'હેબુવા ગામ' ગુજરાત રાજ્યના મહેસાણા જીલ્લામાં આવેલું એક નાનકડું ગામ છે. મહેસાણા શહેરથી લગભગ ૯ કિ.મી. ના અંતરે હેબુવા ગામ તરફ પહોંચી શકાય છે. હેબુવા ગામમાં લગભગ ૩૨૦ અલગ અલગ જ્ઞાતિના પરિવારો વસે છે, જેમાં મુખ્યત્વે રાજપૂત (સોલંકી), પટેલ, પ્રજાપતિ, શેનમાં અને ઠાકોર જ્ઞાતિના માણસો વસે છે.

ભારત સરકારના સેન્સસ ૨૦૧૧ ના અનુસંધાને ગામની કુલ વસ્તી ૧૬૫૪ છે, જે પૈકી ૮૭૯ પુરુષોની અને ૭૭૫ સ્ત્રીઓની સંખ્યા છે.

ગુજરાત રાજ્યના સાક્ષરતા દર ની સરખામણીએ, હેબુવા ગામનો સાક્ષરતા દર ખુબ જ ઉંચો છે. ભારત સરકારના સેન્સસ ૨૦૧૧ મુજબ ગુજરાત રાજ્યના સાક્ષરતા દર ૭૮.૦૩% ની સરખામણીએ હેબુવા ગામનો સાક્ષરતા દર ૯૭.૨૬% છે. જે પૈકી ગામના કુલ પુરુષોની સંખ્યામાં ૯૮.૮૧ % અને ગામની સ્ત્રીઓની કુલ સંખ્યામાં ૯૫.૬૦% લોકો ભણેલા સાક્ષર છે. જે દર્શાવે છે કે ગ્રામજનો ભણતર અને તેના સર્વાંગી મુલ્યોના વિકાસનું મહત્વ વર્ષોથી સમજે છે.


હેબુવા ગામમાં પ્રવેશ થતાની સાથે જ તળાવ જોવા મળે છે, તે ઉપરાંત ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધ મંડળી, સ્ટ્રીટ લાઈટ, ONGC દ્વારા આરોગ્ય કેન્દ્ર જેવું સુવિધાઓ ઉપલબ્ધ છે. ગામમાં અલગ અલગ નાના મોટા મંદિરો આવેલા છે. જેમાં મુખ્યત્વે અંબાજી માતાનું મંદિર, બ્રહ્માણી માતાનું મંદિર, ખોડિયાર માતાનું મંદિર, મેલડી માતા અને બહુચર માતાનું મંદિર, રામદેવપીરની દેરી વગેરેનો સમાવેશ થાય છે.

હેબુવા ગામ ની આસપાસ પુનાસણ, શોભાસણ, ખેરવા, જગુદણ, રામપુરા, રૂપાલ, કુકસ વગેરે ગામ આવેલા છે.